Skip to main content
 
 

UNITY THROUGH
DIVERSITY

 
 

A GREAT START AT Sahjanand

 
 

HSC SUCCESSES

A WARM WELCOME

સંકટોના કંટકોથી હસતા સુમન … લો આ ડગ ભર્યા આપણે સૌએ ને રસ્તા બન્યા સુગમ … કહેવાય છે કે … હજારો માઈલની મુસાફરીનો પ્રારંભ માનવીના એક પગલાં વડે થાય છે . હા , અમારા દઢ સંકલ્પ અને આપના સહકારે જુન ૧૯૯૮ થી આપણા વિસ્તારમાં શિક્ષણની સુવાસ ફેલાવવા આવા જ એક પગલાં થકી આ સંસ્થાએ પોતાની મંગલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો .
આ યાત્રા આજ પર્યન્ત જે તે પડકારોને ઝીલી એના ઉજ્જવળ ધ્યેયને અનુસરવા સહજાનંદ વિધાલય અગ્રેસર રહી છે , ત્યારે મા શારદાની અસીમ કૃપા તો છે જ … સાથે સાથે આપ સૌના સહકારની , શુભેચ્છાની અને ઉમદા વ્યવહારની એક અવિસ્મરણીય સુગંધ આ સંસ્થા સાથે વણાયેલી છે .
આજે જ્ઞાન વિજ્ઞાનની ક્ષિતિજો વિસ્તરી રહી છે . નવા નવા ક્ષેત્રોથી , આવિષ્કારોથી જગત પળે પળ પરિવર્તનની દિશાઓ ભણી અગ્રેસર થતું જાય છે ત્યારે સુવિધાઓની સાથે સાથે પડકારો પણ હોવાના જ ! ત્યારે આ પડકારોને પહોંચી વળવાની ક્ષમતા પ્રાપ્ત કરવી અને ધ્યેયલક્ષી સોપાનો હાંસલ કરવાની કૌશલ્યતા કેળવવી અનિવાર્ય બની રહે છે .
આપના સંતાનો જીંદગીના સુંદર સ્વપ્નોને , મનોરથને સાકાર કરે .. ભણતરની સાથે સાથે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતાપૂર્વક સુખી બને … ને મા – બાપ , કુટુંબ અને દેશને પોતાના ધ્યેયનિષ્ઠ પુરૂષાર્થ વડે ગૌરવ બક્ષવા સ્વયંને ઘડવાની ઊંડી દષ્ટિ કેળવે તે સૌથી પ્રથમ અને પાયાની જરૂરીયાત છે .
આ જરૂરીયાત સામે કટીબદ્ધ રહેવા સહજાનંદ વિધાલય હરહંમેશ જાગૃત રહી છે અને રહેશે જ , પરંતુ સાથે સાથે આપની જાગૃતતાની પણ એટલી જ આવશ્યકતા છે .
ટીપાય તો માટ ઘડો બને , દટાય તો બીજ વૃક્ષ બને , ઘસાય તો ચંદન સુગંધ બને અને સંસ્કારથી માનવી દેવ બને છે , તો પ્યારા દોસ્તો તમારી જાતને તમે સંસ્કારથી ક્યારેય અળગી ન કરશો કારણકે અમારે તમને દેવ તરીકે જોવા છે , દેવ તરીકે જોવા છે , દેવ તરીકે જોવા છે

sahjanandvidhyalaya

A Massive Library

લાઇબ્રેરી ઘણા બાળકોને પુસ્તકાલયનો ઉપયોગ અને આનંદ કરવાની તેમની પ્રથમ તક પૂરી પાડે છે. અભ્યાસ અને વાંચન માટે શાળા પુસ્તકાલય એક સ્વાગત સ્થળ છે.

Innovation Lab

લેબ તે સ્થાન છે જ્યાં વિદ્યાર્થીઓ વિવિધ વિભાવનાઓ શીખી અને અન્વેષણ કરી શકે છે અને વિવિધ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરીને વિવિધ તથ્યો ચકાસી શકે છે અને તે જરૂરી કિટ્સ અને ટૂલ્સથી સજ્જ છે.

Our Campus

સહજાનંદ વિદ્યાલય નરોડાના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં સ્થિત છે. શહેરના મધ્યમાં આવેલું હોવા છતાં, ત્યાં આજુબાજુ હરિયાળી છે. કેમ્પસની અંદર પણ હરિયાળી અને એક મેદાન પણ છે.

A MESSAGE FROM OUR PRINCIPAL

અમારી આ શૈક્ષણિક સફરમાં સહભાગી બનનાર સૌ વિદ્યાર્થી ભાઈ – બહેનો, વાલીમિત્રો અને શિક્ષણ વિદ્દોનો આભાર વ્યક્ત કરું છું કે જેઓએ અમને હૂંફ, હિંમત, માર્ગદર્શન અને પીઠબળ પુરુ પાડી અમને અમારા ધ્યેય તરફ આગળ વધવા માટે પ્રેરક બની સાથ સહકાર આપ્યો છે. સરસ્વતીના ધામ અને જ્ઞાનમંદિર એવી સહજાનંદ વિદ્યાલયના આચાર્યશ્રીની જવાબદારી નિભાવવાનું મને ગૌરવ પ્રાપ્ત થયું છે એ બદલ વિદ્યાની દેવી મા સરસ્વતી, પરમ કૃપાળુ પરમાત્મા અને આપ સૌ સ્નેહીજનોનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરુ છું .

Our Proud

To read is to fly: it is to soar to a point of vantage which gives a view over wide terrains of history, human variety,ideas,shared experience and the fruits of many inquiries.’ lofty thought , idealistic views but at the same time strikingly true.

Learn More

STUDENT ACHIEVEMENTS

sports achievement

Kho Kho Naroda Vejeta Team

ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલમહાકુંભ -2018 માં અમદાવાદ જિલ્લામાં ઉત્તરઝોન કક્ષા ની ખોખો ( અંડર 17) ની સ્પર્ધા માં સહજાનંદ વિદ્યાલય બાપાસીતારામ ચોક નવા નરોડા…
sports achievement

Khel Mahakumbh 2019

Student Achievement
Got 1st Rank in 10th

ACTIVITIES

BE A PART OF SAHJANAND TODAY.

ADDRESS

Parshwanath Township,
Krishnanagar,Nava Naroda,
Ahmedabad, Gujarat
382346

T: + 079 2295 1144