RULES & DISCIPLINE
શાળામાં શિસ્ત અને વ્યવસ્થા માટેના જરૂરી સૂચનો
- શાળા સમય દરમ્યાન જે વિદ્યાર્થીને રજા લેવાની હોય તો તેમના વાલીએ શાળામાં રૂબરૂ આવી રજીસ્ટરમાં સહી કરવાની રહેશે . અલગ કાગળમાં કે લેશન ડાયરીમાં રજાચિઠ્ઠ લખાવી લાવનારને રજા મળશે નહીં .
- ચાલુ શાળા દરમ્યાન વિદ્યાર્થીની રજા લેવા આવો ત્યારે આપ વિદ્યાર્થીના વાલી છો તેની ઓળખ આપવા માટે ફી કાર્ડ ફરજીયાત સાથે લાવવાનું રહેશે અન્યથા રજા આપવામાં આવશે નહી .
- અગાઉથી રજા મંજૂર કરાવ્યા વગર કોઇ વિદ્યાર્થી ગેરહાજર રહી શકશે . નહી . તેમ છતાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીએ બીજા દિવસે લેશન ડાયરીમાં વાલીની નોંધ લઇને આવવું ફરજીયાત છે .
- પરીક્ષામાં માંદગીને કારણે ગેરહાજર રહેનાર વિદ્યાર્થીએ ડૉક્ટરનું સર્ટીફીકેટ રજૂ કરવાનું રહેશે .
- વિદ્યાર્થીના ગેરવર્તન કે સતત ગેરહાજરી માટે આચાર્ય શાળામાંથી વિદ્યાર્થીને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપી પ્રવેશ રદ કરી શકશે .
- વિદ્યાર્થીના પ્રગતિ – પત્રક અને પરીક્ષાના પરિણામનો અહેવાલ વાલીની જાણ માટે દર મહિને મોકલવામાં આવશે , તે વાંચી તપાસી વાલીએ સહી કરવી ફરજીયાત છે .
- શાળાએ નિયત કરેલો ગણવેશ નિયમિત પહેરવાનો રહેશે . ગણવેશ ના પહેરી લાવનારને વર્ગમાં બેસવા દેવામાં આવશે નહીં . ગણવેશમાં એકસૂત્રતા જળવાઇ રહે તે માટે શાળાએ જણાવ્યા અનુસારનો જ ગણવેશ પહેરવાનો રહેશે . ભાઇઓએ દોરીવાળા તથા બહેનોએ બકલવાળાં બુટ પહેરવાના રહેશે . ( વેલક્રોવાળા બુટ ખરીદવા નહી )
- શાળા છોડતાં અગાઉ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લેવા માટે વાલીએ રૂબરૂ આવી અરજી આપવી પડશે . અરજી આપો તે માસની આખર તારીખ સુધીની ફી ભરવાની રહેશે .
- વિદ્યાર્થીઓએ શાળાની કોઇપણ માલ મિલકતને કરેલું નુકશાન વાલીએ ભરપાઇ કરવાનું રહેશે .
- વિદ્યાર્થીએ નાસ્તામાં વેફર , કુરકુરે , મમરા કે તળેલી વસ્તુ લાવવી નહી . નાસ્તામાં ગ્રીન સલાડ , ફુટ , બાફેલા / ફણગાવેલા કઠોળ કે શાક – રોટલી જ લાવવા . જો વિધાર્થી શાળાએ આવતી વખતે નાસ્તાનો ડબો ઘરે ભૂલી જાય તો પાછળથી વાલીએ ડબ્બો આપવા આવવું નહી .
- બાળકના અભ્યાસ અંગે અથવા કોઇપણ પ્રકારની ફરીયાદ અંગે શાળાએ નક્કી કરેલ સમય દરમ્યાન આચાર્યશ્રીની મંજુરી લીધા બાદ જ વર્ગ શિક્ષક અથવા વિષય શિક્ષકને મળી શકાશે
- ધો . ૮ , ૯ , તથા ૧૧-૧૨ સાયન્સ – એ ગ્રુપમાં કોમ્યુટર ફરજીયાત છે તથા ધો . – ૧૦ માં વૈકલ્પિક વિષય તરીકે શારિરીક શિક્ષણ વિષય પસંદ કરવાનો રહેશે .
- શાળામાં ચોખ્ખા તેમજ ઠંડા પાણીની વ્યવસ્થા હોવાથી વોટર બેગ કે પાણીની બોટલ લાવવી નહી .
- બપોરના ૧૨-૦૦ થી ૨-૦૦ કલાક દરમ્યાન કાર્યાલય બંધ રહેશે . પરિણામ લેવા આવો ત્યારે તથા નામ કમી કરવાનું હોય ત્યારે ફી ભરેલા હોય તો પણ ફી કાર્ડ સાથે લાવવું જરૂરી છે .
- વિધાર્થીના વર્ગકાર્ય અને ગૃહકાર્યની અનિયમિતતા અંગેની નોંધ લેશન ડાયરીમાં પાના નંબર ૬ થી ૯ પર થતી હોય છે તેથી ૬ થી ૯ નંબરના પાનાની ચકાસણી વાલીએ દરરોજ કરવી .
- ઉપરોક્ત નિયમો સિવાય બીજા જે નિયમો વધારવામાં કે સુધારવામાં આવે તે વિદ્યાર્થી તેમજ વાલી માટે બંધન કર્તા રહેશે . ઉપરના નિયમો મેં વાંચ્યા છે તે મને અને મારા પાલ્યને માન્ય છે .
વિધાર્થીની આચારસંહિતા
- હું સમયસર શાળામાં હાજરી આપવાનો ખુબ જ આગ્રહ રાખીશ .
- હું હંમેશા શાળામાં સંપૂર્ણ ગણવેશમાં જ આવીશ અને પ્રાર્થના સમય પહેલા સમયસર આવી જઇશ .
- મારું મન , શરીર અને કપડાં સ્વચ્છ રાખીશ .
- શાળામાં સ્વચ્છ ચિત્તે વિદ્યાભ્યાસ કરીશ અને ગુરુજીના વ્યાખ્યાનને એક ચિત્તે સાંભળીશ .
- દરેક કસોટી / પરીક્ષામાં સારો દેખાવ કરવા પ્રયત્ન કરીશ .
- શાળામાં જરૂરી બધાં જ વિષયોના પુસ્તકો તથા સાધન સામગ્રી સમય – પત્રક પ્રમાણે નિયમિત લાવીશ .
- હું રોજે રોજનું ગૃહકાર્ય નિયમિત કરીશ . મેં તૈયાર કરેલા સમયપત્રક મુજબ હું ઘરે દરરોજ નિયમિત અભ્યાસ કરીશ .
- આજે દરેક તાસમાં શું શીખ્યો ? તેનું ઘરે જઇને ચિંતન કરીશ .
- હું સવારે વહેલા ઉઠવાની , પ્રભુને પ્રાર્થના કરવાની અને માતા – પિતાને વંદન કરવાની ટેવ પાડીશ .
- મને મળેલી બીજા કોઇની ચીજ વસ્તુ તેના માલિક કે શાળાને સુપરત કરીશ .
- કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખીશ અને મારા વર્ગખંડ તથા શાળાને સ્વચ્છ રાખીશ .
- શાળામાં શિસ્તનો ભંગ થાય તેવું આચરણ જાણે અજાણે પણ મારાથી ન થાય તેની કાળજી રાખીશ .
- મારાથી મોટા વડીલો પ્રત્યે શાળામાં અને શાળા બહાર વિનયપૂર્વકનું વર્તન દાખવીશ .
- પ્રભુ ઉપર શ્રધ્ધા રાખી હંમેશા સાચું બોલીશ , સારું જોઇશ , સારું સાંભળીશ અને ગુરુ તથા મા – બાપની આજ્ઞાનું પાલન કરીશ .
- ફાજલ સમયમાં મહાન પુરૂષોના જીવન ચરિત્રો , વિજ્ઞાન વિષયક અને સાહિત્ય વિષયક પુસ્તકોનું વાંચન અને મનન કરીશ .
સુજ્ઞ વાલીઓ જોગ
- લેશન ડાયરીમાં વિધાર્થીએ નોંધેલ ગૃહકાર્ય તપાસવુ તથા તે ગૃહકાર્ય કર્યું છે કે કેમ તે જોવું અને નોંધેલ ગૃહકાર્યની નીચે સહી કરવી.
- બાળક ભૂલથી બીજાની કોઇ ચીજ ઘરે લાવ્યું હોય તો બાળક દ્વારા જ શાળામાં પરત મોકલવા વિનંતી .
- બાળકમાં સારા ગુણો સ્થાપિત કરવા તેના હિતમાં છે તેથી તેને સારા નરસાનો અવશ્ય ખ્યાલ આપો.
- બાળકને કોઇપણ પ્રકારના જોખમકારક તથા કિંમતી દાગીના પહેરાવશો નહિ તેમજ આપશો નહિ.
- બાળક ક્યારેક કુટેવોનો શિકાર ન બને તેની કાળજી લો.
- બાળકની પ્રવૃતિમાં રસ લઇ સમય આપવા પ્રયત્ન કરશો .
- આપના બાળકને ટેલીવિઝન મર્યાદિત સમય માટે જોવા દેશો પરંતુ ટી.વી. પર તે સારા – માહિતીપ્રદ અને તેને લાયક જ કાર્યક્રમ જુએ તેનું ધ્યાન રાખશો .
- નિયમિત વ્યાયામની ટેવ આપના બાળકનો બાંધો તો સુદ્રઢ બનાવશે જ સાથે સાથે તેને સ્વસ્થ મન પણ આપશે.
- આપનું બાળક શાળામાં શક્ય હોય ત્યાં સુધી દરેક સહઅભ્યાસિક પ્રવૃત્તિ અથવા તેના રસની પ્રવૃતિમાં ભાગ લે તે જરૂરથી જોશો.
- વિધાર્થી ને શાળા તરફ થી લેશન ડાયરી આપવા માં આવે છે તે સમયાંતરે આપ પણ જોવાનું રાખશો . જેથી આપના બાળકની પ્રગતિથી આપ પણ માહિતગાર રહો .
- જો આપના મોબાઇલમાં અથવા ઘરે ઇન્ટરનેટની સુવિધા હોય તો બાળક તેનો દુરઉપયોગ ન કરે તેની કાળજી રાખશો જેથી તેના માનસ પર ખોટી અસર ન પડે .
- સરકારશ્રીના આદેશ અનુસાર વિદ્યાર્થીઓએ શાળામાં દ્વિચક્રી વાહનો લાવવા નહીં .