Skip to main content

CAMPUS & FACILITIES

CLASS ROOMS

વિદ્યાર્થીઓને ભણવા માટે અને શિક્ષકોને ભણાવા માટે પૂરતી જગ્યા મળી રહે તે માટે ના વિશાળ વર્ગખંડો ધરાવે છે .બ્લેક બોર્ડ અને માર્કર બોર્ડ ની સગવડ સાથે દરેક ક્લાસ મા પુરતા પ્રમાણ મા બાળક ની ગોઠવણ કરવામા આવે છે બાળક ને અગવડ ન પડે તે રીતે પાટલીયો ગોઠવાણ કરવામા આવે છે જે બાળક ને આંખો ની તકલીફ હોય તેવા બાળક ને તેની સ્થિતી મુજબ યોગ્ય જગાએ ગોઠવણ કરવામા આવે છે

COMPUTER LAB

નાના બાળકો અને મોટા બાળકો માટે સારી રીતે ડિઝાઇન અને અલગ કમ્પ્યુટર, એક સારી રીતે શિક્ષિત અને લાયક ફેકલ્ટી દ્વારા સંચાલિત, દરેક બાળક ને એક એક કમ્પ્યુટર ઓપરેટ કરવા મળી શકે એટલા પ્રમાણ મા કમ્પ્યુટર ની સગવડ . પૂર્વ – પ્રાથમિક બાળકો પાવરપોઇન્ટ પ્રસ્તુતિઓ અને નવીન સોફ્ટવફ્ટવેર શીખી શકે છે

CHEMISTRY LAB

સહજાનંદ વિધ્યાલય રસાયણ વિજ્ઞાન આધુનિક પ્રયોગશાળા ધરાવે છે. તે ધોરણ ૫ થી ૧૨ નાં અભયાસક્રમ અંગે નાં તમામ પ્રયોગોના પૂરતાં સાધનોથી સજ્જ છે. પ્રયોગ અંગે ના જરુરી રસાયણોનો પૂરતો જથ્થો ધરાવે છે. ફાયર સેફ્ટી થી સંપૂર્ણ સુરક્ષિત છે.ફસ્ટ એઈડ બોક્સ થી સારવાર માટે સજ્જ,પૂરત હવા ઉજાસ ધરાવતી પ્રયોગશાળા પ્રયોગ શીખવાડવા માટે સુરક્ષિત પૂરતો સ્ટાફ ધરાવે છે

BIOLOGY LAB

જીવ વિજ્ઞાનની પ્રયોગશાળામાં જરૂરિયાત મુજબ સૂક્ષ્મદર્શક યંત્ર અને દરેક વનસ્પતિ અને પ્રાણીઓના નમુના મુકેલા છે પાઠ્યપુસ્તકમાં આવતી થિયરી મુજબ યોગ્ય રીતે નમુના પરથી સમજી શકાય તેવી જરૂરિયાત મુજબ શરીર ના ભાગ ના મોડલ છે જે જોઈને વિદ્યાર્થી મનુષ્યના શરીરના તંત્ર તેમજ વનસ્પતિ અને પ્રાણીઓના જુદા જુદા કોસ વિશેનો અભ્યાસ કરી શકે છે.

PHYSICS LAB

ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળા વિશાળ જગ્યા અને પુરતા પ્રમાણ મા હવા ઉજાસ મળી રહે છે. આ પ્રયોગશાળામાં દરેક વિદ્યાર્થી વ્યક્તિગત રીતે પ્રાયોગિક કાર્ય કરી શકે તેવી સગવડતા છે. પ્રયોગશાળામાં પૂરતા પ્રમાણમાં સાધનો અને સુરક્ષિત વીજ પુરવઠાની વ્યવસ્થા છે. અને ફાયર સેફ્ટી ની પણ સગવડ છે

ADDRESS

Parshwanath Township,
Krishnanagar,Nava Naroda,
Ahmedabad, Gujarat
382346

T: + 079 2295 1144