સહજાનંદ વિદ્યાલય એ અમદાવાદના પૂર્વ વિસ્તારની ખ્યાતનામ શાળા છે. શાળાની સ્થાપના ઈ.સ.1998 માં શ્રી નીતિનભાઇ વાડદોરીયા અને શ્રી ભાવિનભાઇ સાવલિયાએ ભાડાના મકાનમાં કરી હતી. જેમાં એક મુઠ્ઠીભર વિદ્યાર્થીઓ હતા. જેમ જેમ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ તેમ તેમ શાળા એક નવા આયામ તરફ વળી. હવે સહજાનંદ વિદ્યાલય ગુણવત્તાયુક્ત શિક્ષણનો પર્યાય ગણાતી શૈક્ષણિક સંસ્થા બની ગઈ છે.
HISTORY
શાળાની સ્થાપના ઈ.સ.1998
શાળાના નવા ભવનનું નિર્માણ -2006
1998 માં સહજાનંદ વિદ્યાલય ચેરીટેબલ ટ્રસ્ટે શાળાનો કામકાજ લીધુ ટૂંક સમયમાં શાળાનું કદ વધ્યું, અને તેને મોટી જગ્યાની જરૂર પડી. ત્યારબાદ, સહજાનંદ વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ વડોદરીયા અને શ્રી ભાવિનભાઇ સાવલિયા એ ૨૦૦૬ માં બાપા સીતારામ ચોક નજીક આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક નવી વિશાળ શાળાનું વિશાળ બાંધકામ અને બાળકો સગવડ મળી રહે તેવી શાળા બનાવી. 1998 થી આજદિન સુધી સહજાનંદ વિદ્યાલય સતત કામ કરી રહી છે.
સહજાનંદ વિદ્યાલય, શિક્ષણવિદોની તેની પ્રતિબદ્ધતા સાથે ઉત્કૃષ્ટ બનવાનું ચાલુ રાખ્યું અને ટૂંક સમયમાં જ આપણે ગુજરાતની ટોચની GSHB શાળાઓમાં ગણવામાં આવ્યા.