Skip to main content

PRINCIPAL

या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

“ જયાં પુરુષાર્થની ધૂપસળી બળે છે, ત્યાં સફળતાની સુવાસ મહેકી ઉઠે છે . ”

મનુષ્ય મહાન છે અને તેનાથી પણ મહાન છે એનો સર્જનહાર. અજ્ઞાનતા હટશે ત્યારે મહાનતા પ્રગટ થશે . નરથી નારાયણ, પુરુષથી પુરુષોત્તમ અને લઘુથી મહાન બનવાનો આધાર એટલે જ શિક્ષણ. શિક્ષણના આ ઉમદા ધ્યેયોને ચરિતાર્થ કરવા માટે સહજાનંદ વિદ્યાલયમાં કાર્યરત દરેક વ્યક્તિ માત્ર તનથી નહીં પરંતુ હૃદય અને મનથી જોડાયેલ છે. આથી જ સહજાનંદ વિદ્યાલય માત્ર શાળા ન બની રહેતા આજે વિશાળ અને પ્રેમાળ પરિવાર બનીને પાંગરી છે.

ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાના તથા શાળા કક્ષાની પરીક્ષાના ઉત્કૃષ્ટ પરિણામો સહજાનંદ વિદ્યાલયની પારાશીશી છે. શાળાનો ગુણવત્તાસભર શિક્ષણ ગણ બાળકોમાં રહેલી વૈવિધ્યપૂર્ણ શક્તિઓને ઉજાગર કરવાનું પવિત્ર કાર્ય કરી રહ્યો છે. ઈ.સ. ૧૯૯૮ થી અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા નવા નરોડામાં શરૂ થયેલી સહજાનંદ વિદ્યાલયે બે દાયકાની શૈક્ષણિક સફરમાં અનેક સિધ્ધિઓ હાંસલ કરી છે અને સફળતાના અનેક શિખરો સર કર્યા છે.અમારી આ શૈક્ષણિક સફરમાં સહભાગી બનનાર સૌ વિદ્યાર્થી ભાઈ – બહેનો , વાલીમિત્રો અને શિક્ષણ વિદ્દોનો આભાર વ્યક્ત કરું છું કે જેઓએ અમને હૂંફ, હિંમત, માર્ગદર્શન અને પીઠબળ પુરુ પાડી અમને અમારા ધ્યેય તરફ આગળ વધવા માટે પ્રેરક બની સાથ સહકાર આપ્યો છે.

સરસ્વતીના ધામ અને જ્ઞાનમંદિર એવી સહજાનંદ વિદ્યાલયના આચાર્યશ્રીની જવાબદારી નિભાવવાનું મને ગૌરવ પ્રાપ્ત થયું છે એ બદલ વિદ્યાની દેવી મા સરસ્વતી , પરમ કૃપાળુ પરમાત્મા અને આપ સૌ સ્નેહીજનોનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરુ છું. સહકારની અપેક્ષા સહ …

- Principal

ADDRESS

Parshwanath Township,
Krishnanagar,Nava Naroda,
Ahmedabad, Gujarat
382346

T: + 079 2295 1144