Skip to main content

RULES & DISCIPLINE

શાળામાં શિસ્ત અને વ્યવસ્થા માટેના જરૂરી સૂચનો

  • શાળા સમય દરમ્યાન જે વિદ્યાર્થીને રજા લેવાની હોય તો તેમના વાલીએ શાળામાં રૂબરૂ આવી રજીસ્ટરમાં સહી કરવાની રહેશે . અલગ કાગળમાં કે લેશન ડાયરીમાં રજાચિઠ્ઠ લખાવી લાવનારને રજા મળશે નહીં .
  • ચાલુ શાળા દરમ્યાન વિદ્યાર્થીની રજા લેવા આવો ત્યારે આપ વિદ્યાર્થીના વાલી છો તેની ઓળખ આપવા માટે ફી કાર્ડ ફરજીયાત સાથે લાવવાનું રહેશે અન્યથા રજા આપવામાં આવશે નહી .
  • અગાઉથી રજા મંજૂર કરાવ્યા વગર કોઇ વિદ્યાર્થી ગેરહાજર રહી શકશે . નહી . તેમ છતાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીએ બીજા દિવસે લેશન ડાયરીમાં વાલીની નોંધ લઇને આવવું ફરજીયાત છે .
  • પરીક્ષામાં માંદગીને કારણે ગેરહાજર રહેનાર વિદ્યાર્થીએ ડૉક્ટરનું સર્ટીફીકેટ રજૂ કરવાનું રહેશે .
  • વિદ્યાર્થીના ગેરવર્તન કે સતત ગેરહાજરી માટે આચાર્ય શાળામાંથી વિદ્યાર્થીને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપી પ્રવેશ રદ કરી શકશે .
  • વિદ્યાર્થીના પ્રગતિ – પત્રક અને પરીક્ષાના પરિણામનો અહેવાલ વાલીની જાણ માટે દર મહિને મોકલવામાં આવશે , તે વાંચી તપાસી વાલીએ સહી કરવી ફરજીયાત છે .
  • શાળાએ નિયત કરેલો ગણવેશ નિયમિત પહેરવાનો રહેશે . ગણવેશ ના પહેરી લાવનારને વર્ગમાં બેસવા દેવામાં આવશે નહીં . ગણવેશમાં એકસૂત્રતા જળવાઇ રહે તે માટે શાળાએ જણાવ્યા અનુસારનો જ ગણવેશ પહેરવાનો રહેશે . ભાઇઓએ દોરીવાળા તથા બહેનોએ બકલવાળાં બુટ પહેરવાના રહેશે . ( વેલક્રોવાળા બુટ ખરીદવા નહી )
  • શાળા છોડતાં અગાઉ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લેવા માટે વાલીએ રૂબરૂ આવી અરજી આપવી પડશે . અરજી આપો તે માસની આખર તારીખ સુધીની ફી ભરવાની રહેશે .
  • વિદ્યાર્થીઓએ શાળાની કોઇપણ માલ મિલકતને કરેલું નુકશાન વાલીએ ભરપાઇ કરવાનું રહેશે .
  • વિદ્યાર્થીએ નાસ્તામાં વેફર , કુરકુરે , મમરા કે તળેલી વસ્તુ લાવવી નહી . નાસ્તામાં ગ્રીન સલાડ , ફુટ , બાફેલા / ફણગાવેલા કઠોળ કે શાક – રોટલી જ લાવવા . જો વિધાર્થી શાળાએ આવતી વખતે નાસ્તાનો ડબો ઘરે ભૂલી જાય તો પાછળથી વાલીએ ડબ્બો આપવા આવવું નહી .
  • બાળકના અભ્યાસ અંગે અથવા કોઇપણ પ્રકારની ફરીયાદ અંગે શાળાએ નક્કી કરેલ સમય દરમ્યાન આચાર્યશ્રીની મંજુરી લીધા બાદ જ વર્ગ શિક્ષક અથવા વિષય શિક્ષકને મળી શકાશે
  • ધો . ૮ , ૯ , તથા ૧૧-૧૨ સાયન્સ – એ ગ્રુપમાં કોમ્યુટર ફરજીયાત છે તથા ધો . – ૧૦ માં વૈકલ્પિક વિષય તરીકે શારિરીક શિક્ષણ વિષય પસંદ કરવાનો રહેશે .
  • શાળામાં ચોખ્ખા તેમજ ઠંડા પાણીની વ્યવસ્થા હોવાથી વોટર બેગ કે પાણીની બોટલ લાવવી નહી .
  • બપોરના ૧૨-૦૦ થી ૨-૦૦ કલાક દરમ્યાન કાર્યાલય બંધ રહેશે . પરિણામ લેવા આવો ત્યારે તથા નામ કમી કરવાનું હોય ત્યારે ફી ભરેલા હોય તો પણ ફી કાર્ડ સાથે લાવવું જરૂરી છે .
  • વિધાર્થીના વર્ગકાર્ય અને ગૃહકાર્યની અનિયમિતતા અંગેની નોંધ લેશન ડાયરીમાં પાના નંબર ૬ થી ૯ પર થતી હોય છે તેથી ૬ થી ૯ નંબરના પાનાની ચકાસણી વાલીએ દરરોજ કરવી .
  • ઉપરોક્ત નિયમો સિવાય બીજા જે નિયમો વધારવામાં કે સુધારવામાં આવે તે વિદ્યાર્થી તેમજ વાલી માટે બંધન કર્તા રહેશે . ઉપરના નિયમો મેં વાંચ્યા છે તે મને અને મારા પાલ્યને માન્ય છે .

વિધાર્થીની આચારસંહિતા

  • હું સમયસર શાળામાં હાજરી આપવાનો ખુબ જ આગ્રહ રાખીશ .
  • હું હંમેશા શાળામાં સંપૂર્ણ ગણવેશમાં જ આવીશ અને પ્રાર્થના સમય પહેલા સમયસર આવી જઇશ .
  • મારું મન , શરીર અને કપડાં સ્વચ્છ રાખીશ .
  • શાળામાં સ્વચ્છ ચિત્તે વિદ્યાભ્યાસ કરીશ અને ગુરુજીના વ્યાખ્યાનને એક ચિત્તે સાંભળીશ .
  • દરેક કસોટી / પરીક્ષામાં સારો દેખાવ કરવા પ્રયત્ન કરીશ .
  • શાળામાં જરૂરી બધાં જ વિષયોના પુસ્તકો તથા સાધન સામગ્રી સમય – પત્રક પ્રમાણે નિયમિત લાવીશ .
  • હું રોજે રોજનું ગૃહકાર્ય નિયમિત કરીશ . મેં તૈયાર કરેલા સમયપત્રક મુજબ હું ઘરે દરરોજ નિયમિત અભ્યાસ કરીશ .
  • આજે દરેક તાસમાં શું શીખ્યો ? તેનું ઘરે જઇને ચિંતન કરીશ .
  • હું સવારે વહેલા ઉઠવાની , પ્રભુને પ્રાર્થના કરવાની અને માતા – પિતાને વંદન કરવાની ટેવ પાડીશ .
  • મને મળેલી બીજા કોઇની ચીજ વસ્તુ તેના માલિક કે શાળાને સુપરત કરીશ .
  • કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખીશ અને મારા વર્ગખંડ તથા શાળાને સ્વચ્છ રાખીશ .
  • શાળામાં શિસ્તનો ભંગ થાય તેવું આચરણ જાણે અજાણે પણ મારાથી ન થાય તેની કાળજી રાખીશ .
  • મારાથી મોટા વડીલો પ્રત્યે શાળામાં અને શાળા બહાર વિનયપૂર્વકનું વર્તન દાખવીશ .
  • પ્રભુ ઉપર શ્રધ્ધા રાખી હંમેશા સાચું બોલીશ , સારું જોઇશ , સારું સાંભળીશ અને ગુરુ તથા મા – બાપની આજ્ઞાનું પાલન કરીશ .
  • ફાજલ સમયમાં મહાન પુરૂષોના જીવન ચરિત્રો , વિજ્ઞાન વિષયક અને સાહિત્ય વિષયક પુસ્તકોનું વાંચન અને મનન કરીશ .

સુજ્ઞ વાલીઓ જોગ

  • લેશન ડાયરીમાં વિધાર્થીએ નોંધેલ ગૃહકાર્ય તપાસવુ તથા તે ગૃહકાર્ય કર્યું છે કે કેમ તે જોવું અને નોંધેલ ગૃહકાર્યની નીચે સહી કરવી.
  • બાળક ભૂલથી બીજાની કોઇ ચીજ ઘરે લાવ્યું હોય તો બાળક દ્વારા જ શાળામાં પરત મોકલવા વિનંતી .
  • બાળકમાં સારા ગુણો સ્થાપિત કરવા તેના હિતમાં છે તેથી તેને સારા નરસાનો અવશ્ય ખ્યાલ આપો.
  • બાળકને કોઇપણ પ્રકારના જોખમકારક તથા કિંમતી દાગીના પહેરાવશો નહિ તેમજ આપશો નહિ.
  • બાળક ક્યારેક કુટેવોનો શિકાર ન બને તેની કાળજી લો.
  • બાળકની પ્રવૃતિમાં રસ લઇ સમય આપવા પ્રયત્ન કરશો .
  • આપના બાળકને ટેલીવિઝન મર્યાદિત સમય માટે જોવા દેશો પરંતુ ટી.વી. પર તે સારા – માહિતીપ્રદ અને તેને લાયક જ કાર્યક્રમ જુએ તેનું ધ્યાન રાખશો .
  • નિયમિત વ્યાયામની ટેવ આપના બાળકનો બાંધો તો સુદ્રઢ બનાવશે જ સાથે સાથે તેને સ્વસ્થ મન પણ આપશે.
  • આપનું બાળક શાળામાં શક્ય હોય ત્યાં સુધી દરેક સહઅભ્યાસિક પ્રવૃત્તિ અથવા તેના રસની પ્રવૃતિમાં ભાગ લે તે જરૂરથી જોશો.
  • વિધાર્થી ને શાળા તરફ થી લેશન ડાયરી આપવા માં આવે છે તે સમયાંતરે આપ પણ જોવાનું રાખશો . જેથી આપના બાળકની પ્રગતિથી આપ પણ માહિતગાર રહો .
  • જો આપના મોબાઇલમાં અથવા ઘરે ઇન્ટરનેટની સુવિધા હોય તો બાળક તેનો દુરઉપયોગ ન કરે તેની કાળજી રાખશો જેથી તેના માનસ પર ખોટી અસર ન પડે .
  • સરકારશ્રીના આદેશ અનુસાર વિદ્યાર્થીઓએ શાળામાં દ્વિચક્રી વાહનો લાવવા નહીં .

ADDRESS

Parshwanath Township,
Krishnanagar,Nava Naroda,
Ahmedabad, Gujarat
382346

T: + 079 2295 1144